રાજકોટ અગ્નિકાંડ બાદ બંધ થયેલા ગેમ ઝોન શરૂ, સુરતમાં 11 જગ્યાએ સુરક્ષાને ધ્યાને લઈને અપાઈ મંજૂરી
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ત્યારે વેકેશનમાં એન્જોય મેન્ટ માટે ગેમ ઝોન દ્વારા મંજૂરી મા

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ત્યારે વેકેશનમાં એન્જોય મેન્ટ માટે ગેમ ઝોન દ્વારા મંજૂરી માગવામાં આવી હતી. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ બંધ કરી દેવામાં આવેલા ગેમ ઝોન ફરી શરૂ કરવા માટે દાદ માગવામાં આવી હતી. ત્યારે સુરતમાં 11 જેટલા ગેમઝોનને સુરક્ષાના પ્રબંધનને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવી છે.
હાઈકોર્ટમાં કેસ પહોંચ્યો હતો
સુરત શહેર પોલીસ દ્વારા 11 ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને સેફટી-પ્રીકોશનના આધારે ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે. ડુમસ, પાલ, વેસુ, મગદલ્લા અને મગોબ વિસ્તારના 11 ગેમ ઝોન તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક અને મંજૂરી અપાઈ છે. અગાઉ ગેમ ઝોન સંચાલકો દ્વારા પોલીસને મંજૂરી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જોકે સમગ્ર મામલે હાઈકોર્ટમાં ચુકાદો પેન્ડિંગ હોવાના કારણે અગાઉ મંજૂરી અપાય ન હતી.
નિયમોના આધારે પરવાનગી
ડીસીપી હેતલ પટેલે કહ્યું કે,રાજકોટની દુર્ઘટના બાદ તમામ ગેમઝોન બંધ કરી દેવામાં આવ્યા હતાં. જો કે ત્યારબાદ ગત 5મી સપ્ટેમ્બરના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતાં. આ નવા નિયમોને આધારે સુરક્ષા વ્યવસ્થા ઉભી કરનાર ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને મંજૂરી માટે સ્થળ પર ખરાઈ કરીને આપવામાં આવી છે.






