મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં આતંક મચાવનાર માથાભારે દબોચાયો, ગબરૂ ભરવાડ અને ગેંગે હાથ જોડી માગી માફી 

સુરતમાં માથાભારે ઈસમોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવાઈ છે. જેમાં સચિન વિસ્તારમાં આતંક મચ

સુરતમાં આતંક મચાવનાર માથાભારે દબોચાયો, ગબરૂ ભરવાડ અને ગેંગે હાથ જોડી માગી માફી 

સુરતમાં માથાભારે ઈસમોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવાઈ છે. જેમાં સચિન વિસ્તારમાં આતંક મચાવનાર અને લાંબા સમયથી ફરાર રહેલા ગબરુ ભરવાડને આખરે સચિન પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. સચિન વિસ્તારમાં એક મોબાઇલ શોપના માલિક સાથે પાર્કિંગ મુદ્દે ગબરુ અને તેના સાગરીતો વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ મોબાઇલ શોપ માલિકને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બનાવ બાદ પોલીસે તેના બે સાગરીતોની ધરપકડ કરી હતી, પરંતુ ગબરુ ભરવાડ પોલીસની ધરપકડથી બચવા અલગ-અલગ સ્થળો બદલતો રહ્યો. અંતે પોલીસની બાતમીદાર ટીમને માહિતી મળી કે, ગબરુ રાજસ્થાનમાં છૂપાઈ રહ્યો છે, જેથી રાજસ્થાન પોલીસની મદદથી ગબરુ ભરવાડની ધરપકડ કરવામાં આવી હતી.

ગબરુ પોલીસ માટે માથાનો દુઃ ખાવો

ગબરુ માત્ર આ એક જ કેસમાં નહીં, પણ હત્યા, મારામારી, ખંડણી સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. સુરત શહેરમાં તેની દાદાગીરી અને ગુનેગાર ઇમેજના કારણે તે લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ રીકન્સ્ટ્રક્શન કર્યું, જેના કારણે ગબરુ ભરવાડ અને તેના સાગરીતો લોકો સામે માફી માંગતા નજરે પડ્યા.સચિન પોલીસ મથકના પીઆઈ પી.એન. વાઘેલાએ જણાવ્યું કે, સચિન વિસ્તારના વાંઝ રોડ પર આવેલા એક મોબાઇલ શોપ પર ગબરુ અને તેની ગેંગે હુમલો કર્યો હતો. 

સ્થળ બદલી રહેતો

ફરિયાદ નોંધાતા પોલીસે બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા, પણ ગબરુ ફરાર હતો. ગબરુ સતત સ્થળ બદલી રહ્યો હતો, પરંતુ અમે તેને રાજસ્થાનથી ઝડપી પાડી સુરતમાં લાવ્યા છીએ.હવે પોલીસ ગબરુના જૂના ગુનાઓની તપાસ કરી રહી છે અને તેનાથી સંકળાયેલા અન્ય ગુનાહિત તત્વોને પકડવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. સચિન અને આજુબાજુના વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે પોલીસની પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પણ વધુ સખત બનાવવામાં આવી છે. આ ધરપકડ સુરત પોલીસે સાબિત કરી છે કે ગૂનેગારો માટે આ શહેરમાં કોઈ જગ્યા નથી.

આ સમાચાર શેર કરો