મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવરાત્રિની તડામાર તૈયારી, ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

બોરિવલીમાં બહુપ્રતિક્ષિત નવરાત્રિ ઉત્સવ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સા

નવરાત્રિની તડામાર તૈયારી, ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના ગરબે ઝૂમશે

બોરિવલીમાં બહુપ્રતિક્ષિત નવરાત્રિ ઉત્સવ ડાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે. સતત સાતમા વરસે સ્વર્ગીય શ્રી પ્રમોદ મહાજન મેદાન, બોરિવલી પશ્ચિમ ખાતે ફાલ્ગુની પાઠક પર્ફોર્મ  કરશે. આ વરસે પણ ભવ્ય અને ધમાકેદાર નવરાત્રિની ઉજવણી થશે તેમાં શંકા નથી. નવરાત્રિના દસ દિવસના ઉત્સવ દરમિયાન રોજ ત્રીસ હજારથી વધુ ઉત્સાહી ખેલૈયા અહીં નવરાત્રી રમવા પહોંચી જશે.

આજે પૂર્વ સંસદ સભ્ય ગોપાળ શેટ્ટી, ધારાસભ્ય સુનીલ રાણે, સાઈ ગણેશ વેલફેર અસોસિયેશનના પદાધિકારી અને શોગ્લિટ્ઝ નવરાત્રિના ડિરેક્ટર સંતોષ સિંહ અને સહ-આયોજક નગરસેવક શિવા શેટ્ટી સહિત અન્ય સભ્યો અને સન્માનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂમિ પૂજનની સાથે મહારાષ્ટ્રના સૌથી મોટા અને ભવ્ય નવરાત્રિના આયોજનની તૈયારીની શરૂઆત થઈ છે, જે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. 

ભૂમિ પૂજન દરમિયાન ગોપાળ શેટ્ટીએ ઉત્તર મુંબઈમાં આ પ્રકારના યાદગાર આયોજનના યજમાન બનવા પર ગર્વની લાગણી અનુભવતા હોવાનું જણાવવાની સાથે આ નવરાત્રિને સમારોહના કેન્દ્ર સમાન ગણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, તહેવારોના માધ્યમ દ્વારા સદભાવ અને એકતા જેવી બાબતને પ્રોત્સાહન આપવા પર ભાર મુકાવો જોઇએ. શેટ્ટીએ વધુમાં જણાવ્યું કે, બોરિવલીમાં નવરાત્રિ અંબા માતા પ્રત્યેની અમારી ભક્તિનું પ્રતિક છે. અને અમે નવરાત્રિની ઉજવણી ભવ્યતાથી સફળતાપૂર્વક થાય એવું ઇચ્છીએ છીએ.

ધારાસભ્ય સુનીલ રાણેએ આ આયોજનને વિશ્વ સ્તરીય ગણાવ્યો હતો. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે દસ દિવસમાં પાંચ લાખથી વધુ માતાજીના ભક્તો આવવાની અપેક્ષા સાથે, બોરિવલીમાં ફાલ્ગુની પાઠકના તાલે યોજાતી નવરાત્રિ મહારાષ્ટ્રના સૌથી ભવ્ય આયોજનોમાંનું એક છે. અમને ગર્વ છે કે અમારું બોરિવલી વિધાનસભા ક્ષેત્ર એના સર્વોકૃષ્ટ નાગરિક સુવિધા માટે ઓળખાય છે. એ સાથે સૌથી ભવ્ય અને લોકપ્રિય નવરાત્રિની ઉજવણી માટે પણ જાણીતું છે. અમે અમારા નાગરિકોને એક અદભુત અનુભવ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જ્યાં તેઓ અંબા માતાની ભક્તિની સાથે સુરક્ષિત વાતાવરણમાં ગરબા રમવાનો આનંદ માણી શકે છે.

આ સમાચાર શેર કરો