રાજકોટ: ઉપલેટાથી ગ્રામ્ય SOGએ નકલી બિયારણ ઝડપી પાડ્યું, લાખોનો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટમાં SOG દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના ઉપલેટાથી ગ્રામ્ય SOGની ટીમે નકલી બિયારણ ઝડપ

રાજકોટમાં SOG દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના ઉપલેટાથી ગ્રામ્ય SOGની ટીમે નકલી બિયારણ ઝડપી પાડ્યુ છે. ઉપલેટામાં ગ્રામ્ય એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી..તે દરમિયાન વ્રજ વિલાસ હોટલની પાસે રહેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવ્યો હતો.
ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવ્યો
પરેશ સેલારકાના માલિકી વાળા ગોડાઉનમાંથી નકલી બિયારણ મળી આવ્યું છે. કપાસનું જુદી-જુદી બ્રાન્ડના નકલી બિયારણ સાથે પોલીસે એક લાખ 28 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
પોલીસે 184 બેગ જપ્ત કરી
SOG પોલીસે શંકાસ્પદ બિયારણનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. SOGની ટીમે પ્રકાશ સેલારકા નામના વ્યક્તિની અટકાયત કરી છે.પોલીસે 184 બેગ શંકાસ્પદ બિયારણ પકડી પાડયું હતું.






