સુરત-વલસાડ સ્ટેશન વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી, મુખ્યલાઈન પર દુર્ઘટનાથી ટ્રેનનો ટ્રાફિક પ્રભાવિત
ઉત્તરપ્રદેશમાં પેસેન્જર્સની ટ્રેનની દુર્ઘટનાની હજુ શાહી સૂકાઈ નથી ત્યાં ગુજરાતમા

ઉત્તરપ્રદેશમાં પેસેન્જર્સની ટ્રેનની દુર્ઘટનાની હજુ શાહી સૂકાઈ નથી ત્યાં ગુજરાતમાં દુર્ઘટના સર્જાઈ છે. સુરત-વલસાડ વચ્ચે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેનના 3 ડબ્બા ઉતરી જતાં ટ્રેનનો રસ્તો પ્રભાવિત થયો છે. દુર્ઘટનાથી ટ્રેનનો ટ્રાફિક પ્રભાવિત થયો છે. જો કે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાઈ હોવાનું પશ્વિમ રેલવેના અધિકારીઓ કહી રહ્યાં છે.
રેલ વિભાગ દોડતો થયો
મળતી વિગતો અનુસાર વલસાડના ડુંગરી નજીક રેલ દુર્ઘટના સર્જાઈ હતી. માલગાડીનો ડબ્બો ટ્રેક પરથી ઉતર્યો હતો. મુખ્ય લાઈનથી લૂપ લાઇન પર ટ્રેન ડ્રાઈવર્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. જેથી રેલવે વિભાગ દોડતું થયું હતું. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ટ્રેનના ડબ્બાને યોગ્ય કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવા પ્રયાસ
ઘટનાને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે. થોડા સમય સુધી એક ટ્રેક પરથી રેલ વ્યવહાર યથાવત કરાયો છે. જો કે, હાલ કોઈ જાનહાનિ ન સર્જાઈ હોવાનું અધિકારીઓ કહી રહ્યાં છે. સમગ્ર ઘટનાને પગલે ઘણી ટ્રેન પ્રભાવિત થાય તેમ કહેવામાં આવી રહ્યું છે. જો કે, યુદ્ધના ધોરણે ટ્રેનના પાટા અને ટ્રેનને પૂર્વવત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.








