મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વિચિત્ર ત્રિપલ અકસ્માત, રોંગ સાઈડ આવતાં ટ્રકે બસને અડફેટે લઈને કારને મારી ટક્કર

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં વિચિત્ર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી એ

સુરતમાં વિચિત્ર ત્રિપલ અકસ્માત, રોંગ સાઈડ આવતાં ટ્રકે બસને અડફેટે લઈને કારને મારી ટક્કર

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં વિચિત્ર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી એલ એન્ડ ટી કંપનીના ગેટ નંબર 2ની સામે અકસ્માત સર્જાયો હતો. જેમાં રોંગ સાઈડ જતાં ટ્રકે બસને અડફેટે લીધી હતી. ટ્રક દ્વારા ફૂલ સ્પીડમાં ટક્કર મારી હતી કે, બસ આગળ દોડવાની જગ્યાએ ઢસડાઈને પાછળ દોડીને રોડની આડે ઉભી રહી ગઈ હતી. 

અકસ્માત થતા પહોંચી ઈજા

આ દરમિયાન એક ઈન્નોવા કારને પણ ટક્કર લાગી ગઈ હતી. જેથી બસમાં ખાનગી કંપનીના 20 જેટલા લોકો સવાર હતા. ઘટનામાં બસ અને ટ્રકમાં સવાર લોકોને ઇજાઓ પહોંચી હતી. હજીરા ઇચ્છાપોર રોડ પર વારંવાર વાર થતા અકસ્માતને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો