અરવલ્લી: નકલી ASIની ઓળખ આપી પોલીસમાં નોકરીના બહાને આચરી છેતરપિંડી
ગુજરાતમાં નકલી CMO, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી PMO, નકલી ટોલનાકુ, નકલી CID

ગુજરાતમાં નકલી CMO, નકલી કચેરીઓ, નકલી કિન્નરો, નકલી PMO, નકલી ટોલનાકુ, નકલી CID, નકલી જજ અને નકલી કોર્ટ બાદ હવે નકલી ધારાસભ્ય બાદ હવે નકલી ASI સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં પોલીસમાં ASI તરીકને ઓળખ આપી અનેક લોકોને છેતરતા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ASI તરીકેની ઓળખ આપી અનેક લોકોને છેતર્યા
બાયડના આંબલીયારા ગામના યુવકે પોલીસમાં ASI તરીકેની ઓળખાણ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. ગાંધીનગર ખાતેની વિવેકાનંદ એકેડમીમાં એડમિશન આપી પોલીસમાં નોકરી આપવાના નામે છેતરપિંડી કરી હતી. 6 અલગ અલગ યુવકો પાસેથી કૂલ 13.50 લાખની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. નકલી પોલીસના પિતા-પુત્ર આંબલિયારા પોલીસ સ્ટેશનમાં GRDમાં ફરજ બજાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં નકલીઓની ભરમાર, નકલી ધારાસભ્ય બની છેતરપિંડી કરતો મહાઠગ ઝડપાયો
આંબલીયારાનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરીને પોતે પોલીસ હોવાની ઓળખ આપતો હતો. નકલી પોલીસ બની યુવકે પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી હતી. બાયડ પોલીસે ફરિયાદના આધારે નીમેશ અશોકભાઇ ચૌહાણ અને અશોક ધુળાભાઇ ચૌહાણ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.






