UK,કેનેડા,રોમાનિયાના ડુપ્લિકેટ વિઝા બનાવી આપવાના નામે લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો
વિદેશ જવાનું આજકાલ લોકોને ભારે ઘેલું લાગ્યું છે. ત્યારે વિદેશ જવાન

વિદેશ જવાનું આજકાલ લોકોને ભારે ઘેલું લાગ્યું છે. ત્યારે વિદેશ જવાના ધખારા રાખનારા સાથે છેતરપિંડી અલગ અલગ રીતે થતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિદેશ જવા ઈચ્છુક લોકોને યુકે, કેનેડા તથા રોમાનિયા દેશના ખોટા વિઝા બનાવી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
કસ્ટમરોએ રૂપિયા આપ્યા હતા
2021માં આોપી જયદીપ મોજીદ્રાએ તેના ભાગીદાર આગમ પરમાર, રક્ષિત પટેલ તથા વિનિત પરમાર સાથે મળી વડોદરામાં વિઝાની પ્રોસેસ તથા વિઝા અપાવવાના કામ બાબતની ઓફિસ ચાલુ કરી હતી. આ દરમિયાન પોરબંદરમાં કસ્ટમરોને વિઝા અપાવવાનું કામ કરતાં ભાવિનભાઈ સાથે ઓળખાણ થઈ હતી. આ ભાવિનભાઈ થકી તેને પોરબંદર જિલ્લામાંથી 12 જેટલા કસ્ટમરોને કેનેડા તથા રોમાનિયા દેશના વર્ક વિઝા અપાવવાનું કામ મળ્યું હતું. આ તમામે અડધા પૈસા ભાવિનભાઈને આપ્યાં હતાં. તે પૈસા ભાવિનભાઈએ જયદીપભાઈને આપ્યાં હતાં. બાકીના અડધા કસ્ટમરોએ જયદીપ મોજીદ્રાને આપ્યા હતાં.
પ્રેશર આવતાં ઓફિસ બંધ કરી દીધી
આરોપીઓએ અમુકને રોમાનિયાને ડુપ્લિકેટ વિઝા આપી હતી. આ દરમિયાન ભાવિનનું રોડ એક્સિડન્ટમાં મોત થયું હતું. જેથી કસ્ટમરોએ પ્રેશર કરી વિઝા અપાવવા માટે દબાણ કરતાં આરોપીઓએ વિઝા અપાવવાનું કામ ન થતાં ઓફિસ બંધ કરી નાસી ગયા હતાં. જેથી આ અંગે ગુનો દાખલ થયો હતો. પોરબંદર અને વડોદરામાં ફરિયાદ થઈ હોવાથી આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








