નિવૃત IPS અધિકારીના નામે મેસેજ કરી આચરી છેતરપિંડી, ફર્નિચર વેચવાના બહાને પડાવ્યા 91 હજાર રૂપિયા
અમદાવાદમાં ફરી એક વખત નિવૃત IPS અધિકારીના નામે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર મેસેજ કરીને છે

અમદાવાદમાં ફરી એક વખત નિવૃત IPS અધિકારીના નામે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર મેસેજ કરીને છેતરપિંડી આચરવામાં આવી છે. નિવૃત IPS અધિકારી અનીલ પ્રથમના નામે ઓળખ આપી ફર્નિચર વેચવાના બહાને છેતરપિંડી આચરવામાં આવતા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શું છે ઘટના?
ફરીયાદી ધંધાની પોતાની ઓફિસે હતા આ દરમિયાન ફેસબુક ફ્રેન્ડ રીટાયર્ડ IPS અનીલ પ્રથમના નામે મેસેજ આવ્યો હતો અને કહ્યું હતું કે મારો મિત્ર સંતોષકુમાર CRPFમાં છે અને તેમનું ટ્રાન્સફર થયેલ છે જેથી તેમને તેમના ઘરનો સામાન વેચવાનો છે. તમને કોન્ટેક્ટ કરી સસ્તા ભાવમાં આપશે તમારે જોઇતો હોય તો લઇ લેજો. મેસેજ કરનારે સોફા સેટ, ડાયનિંગ ટેબલ, એ.સી,વોશિંગ મશીન, ટી.વી. ફ્રિજ અને ડબલ બેડ સહિતનો સેટ વેચવાનું જણાવ્યું હતું.
તે બાદ ફરિયાદીના વોટ્સએપ નંબર પર બારકોડનો ફોટો મોકલી તે બારકોડનો ફોટો સ્કેન કરાવી ગુગલ પે નંબરો ઉપર 91,500 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા અને સામાન મોકલ્યો નહતો.
ફરિયાદીને ઓનલાઇન છેતરપિંડી થઇ હોવાની જાણ થતા જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે શહેર કોટડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








