મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ નામે વધુ એક તબીબ સાથે છેતરપિંડી, સ્મીમેરના ડોક્ટરનું વધુ એક કારસ્તાન

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. ત્યારે આ વખતે વધુ

સુરતમાં એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ નામે વધુ એક તબીબ સાથે છેતરપિંડી, સ્મીમેરના ડોક્ટરનું વધુ એક કારસ્તાન

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોમાં રહે છે. ત્યારે આ વખતે વધુ એક ડોક્ટરનું કારસ્તાન બહાર આવ્યું છે. સ્મીમેરના ડોક્ટરે ખાનગી વ્યક્તિ સાથે મળીને એમ્બ્યુલન્સના ધંધામાં સારું વળતર મળતું હોવાના નામે ડોક્ટરો પાસેથી રોકાણ પેટે રૂપિયા લઈને છેતરપિંડી કરી હતી. જેથી અગાઉ પોલીસે સ્મીમેરના ડોક્ટર અને ખાનગી વ્યક્તિને જેલભેગા કર્યા હતા. ત્યારે વધુ એક ડોક્ટરએ આ બન્ને વિરુદ્ધ ફરિયાદ આપતાં લાજપોર જેલમાંથી બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

ખોટા ડોક્યુમેન્ટ બતાવ્યા હતા

ઈકો સેલ દ્વારા લાજપોર જેલમાંથી બન્ને આરોપીઓનો કબ્જો મેળવવામાં આવ્યો હતો. ડો. હેમંત ડાહ્યા પરમાર અને હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવી  હતી. સુરતના તબીબ નિકુંજ પટેલને ખોટો સર્વિસ ઓર્ડર અને ઇ મેઇલ બતાવી રોકાણ કરાવ્યું હતું. અલગ અલગ તબીબો ને એમ્બ્યુલન્સ નાં ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળવાની લાલચ આપી હતી. જ્યાં અગાઉ બંને તબીબોની ઇકો સેલ દ્વારા ધરપકડ કરાઈ હતી. જ્યાં વધુ એક તબીબ જોડે થયેલી છેતરપિંડી કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી છે.

ઊંચા વળતરની અપાઈ હતી લાલચ

ઈકો સેલના એસીપી જી.આર સરવૈયાએ કહ્યું કે, ડો.નિકુંજ પટેલ સાથે 5.81 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. હાર્દિક પટવા અને હેમંત પરમારે ભેગા મળીને ડોક્ટરને ઊંચા વળતરની લાલચે રૂપિયા લેવામાં આવ્યા હતાં. આ બન્ને આરોપીઓ દ્વારા અગાઉ પણ અન્ય ડોક્ટર સાથે છેતરપિંડી કરી હતી. જેથી બન્ને લાજપોર જેલમાંથી હોવાથી તેમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો