ગુજરાત યુનિ.ના એનિમેશન વિભાગના પૂર્વ વડા ડો.કમલજીત લખતરિયા સામે નોંધાઈ 4 કરોડથી વધુની ઉચાપતની ફરિયાદ
four crore Embezzlement FIR filed against DrKamaljit Lakhtariya former hod of animation Gujarat University | ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્

ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ વડા તેમજ હાલમાં યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. કમલજિત લખતરીયા સામે 4 કરોડથી વધુની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પ્રોફેસર ડો.અજય અરૂણ દાસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા ગ્રાન્ટ ઇન એડ અભ્યાસ કોર્સીસ સિવાયના બીજા હાયર પેમેન્ટનાં કોર્સ ચલાવવા માટે ગુજરાત યુનિવર્સિટી એક્ઝક્યુટીવ કાઉન્સીલની મંજુરીથી સને-2016માં એનિમેશન વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં હાલ 34 કોર્સ ચાલે છે. આ એનિમેશન વિભાગ ચલાવવા માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કો-ઓર્ડીનેટર તરીકેનો ચાર્જ 29-12-2015ના રોજ ડો.કમલજીત આઈ. લખતરીયાને આપવામાં આવેલ હતો, યુનિવર્સિટીમાં 2015થી કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા.
ડો.કમલજીત આઇ. લખતરીયા એનિમેશન વિભાગમાં વહીવટી કામ કરતા હતા, જેમાં વિધાર્થીઓની ફી લેવાનું, પોગ્રામને ચલાવવામાં ટે તથા ખર્ચ તેમજ નોલેજ પાર્ટનર નક્કી કરવાનું, અને તેને નાણાં ચુકવવાનું કામ અને એકેડમીકનું કામ સંભાળતા હતા.
આ કોર્સ ચલાવવા માટેના વહીવટ માટે કો-ઓર્ડીનેટર દ્રારા યુનિવર્સિટી કુલ સચિવ તથા કુલપતિની મંજુરીથી કોટક મહેન્દ્રા બેન્ક કલોલ શાખામાં કુલ-7 બેન્ક ખાતા ખોલાવવામાં આવ્યાં હતા. આ બેન્ક ખાતામાંથી રૂ.20,000/- સુધીની રકમના ચેક ઉપર તેમની સાથે રજીસ્ટ્રાર સાથેની અને રૂ.20,000/-થી વધુની રકમની ચેક ઉપર તેમની અને રજીસ્ટ્રાર સાથે વાઇસ ચાન્સેલરની સહી લીધેલ નથી. તેમજ એનિમેશન વિભાગમાં ચાલતા અલગ અલગ કોર્સ માટે અલગ અલગ નોલેજ પાર્ટનરને રોકવામાં આવતા હતા અને તેમની સાથે એનિમેશન વિભાગનાં કો-ઓર્ડીનેટર તથા યુનિવર્સિટી MOU કરતા હોય છે. આ MOU મુજબ એનીમેશન વિભાગમાં વિદ્યાર્થીઓની ફીની આવકના 30% ગુજરાત યુનિવર્સિટીને આપવાના થતા હતા અને 70% એનિમેશન વિભાગને લેવાના હતા. ગુજરાત યુનિવર્સિટીને આપવાના થતા નાણાં સમયસર આપવાની તમામ જવાબદારી કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા ડો.કમલજીત લખતરીયાની હતી.
વર્ષ 2023માં ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશો દ્રારા કાર્યકારી ચીફ એકાઉન્ટ્સ ઓફિસર ડૉ.કનૈયાલાલ કે. ઠાકર દ્રારા એનિમેશન વિભાગના નાણાંકિય વ્યવહારો અંગે તપાસ કરવા જણાવતા કાર્યકારી ચીફ એકાઉન્ટ્સ ઓફિસર ડૉ.કનૈયાલાલ કે. ઠાકર મારફતે તપાસ કરતા વ્યવહારોમાં ગેરરીતી અને નાણાંની ઉચાપત થઇહોવાનું જણાઈ આવ્યું હતું. જેથી ગુજરાત યુનિવર્સિટી દ્રારા આ એનિમેશન વિભાગના નાણાકીય વ્યવહારોની તપાસ કરવા માટે ચાર્ટડ એકાઉટન્ટ રોનક ડી. શાહની નિમણૂક કરવામાં આવી હતી અને 8-8-2023ના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્રારા એનિમેશન વિભાગનો ચાર્જ ડો.કમલજીત લખતરીયા પાસેથી પરત લઈને તેમણે તેણે આચરેલ નાણાંકીય ગેરરીતિ અને ઉચાપત અંગે તપાસની કાર્યવાહી કરવા અને તાત્કાલીક ધોરણે પ્રોફેસરની ફરજમાંથી ફરજ મોકુફ કરી તેની સામે નિવૃત ડીસ્ટ્રીક જજ અવિનાશ કે.ગુપ્તાની અધ્યક્ષતામાં ઇન્કવાયરી કરાવવામાં આવેલ અને રિપોર્ટ જોતા આ ડો.કમલજીત આઈ.લખતરીયા નાઓએ તેના ફરજકાળ દરમિયાન આ ગેરરીતિઓ આચરી હોવાનું સામે આવ્યું છે :
(1) એનિમેસન વિભાગમાં થયેલ આવકમાંથી પોતાના અંગત વપરાશ માટે તેમના સબંધીઓના અંગત ખાતામાં 2022થી 2023 સુધીમાં રૂ.1,15,15,053 જમાં કરાવેલ છે.
(2) વિભિન્ન વેપારીઓના ખાતામાં રૂ.1,64,59,950 ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતા જેના અધાર પુરાવા નથી.
(3) 2017-18થી 2021-22ના સમયગાળામાં નોલેજ પાર્ટનરને એમ.ઓ.યુ.મુજબ નહી પરંતુ વધારાની રકમ ચુકવવામાં આવી હતી, તેમજ ગુજરાત યુનિવર્સિટીને એમ.ઓ.યુ. મુજબ મળવાપાત્ર થતી રકમ કરતા ખુબજ ઓછી રકમ મળેલ છે. આ વર્તુણકથી ગુજરાત યુનિવર્સિટીને મોટુ આર્થિક નુકશાન થયેલ છે.
(4) એનિમેશન કોર્સ ચલાવવા માટે થયેલ ખર્ચ અંગેના કોઇ હિસાબ રાખેલ નથી કે કરેલ ખર્ચ માટે કોઈ પરવાનગી મેળવેલ નથી તેમજ રૂ.20,000 સુધીની રકમના ચેક ઉપર તેમની સાથે રજીસ્ટ્રાર સાથેની અને રૂ.20,000થી વધુની રકમની ચેક ઉપર તેમની અને રજીસ્ટ્રાર સાથે વાઇસ ચાન્સેલરશ્ની સહી લીધેલ નથી.
(5) કો-ઓડીનેટર તરી કેનો હોદ્દાનો ચાર્જ છોડતી વખતે તેમના તાબાના તમામ દસ્તાવેજો તથા ફાઇલો વિગેરેનો ચાર્જ સોપેલ નથી તેમજ જે ફાઇલો સોપેલ છે તેનુ કોઇ લીસ્ટ રજુ કરેલ નથી તે બાબતની કોઇ રસીદ રજુ કરેલ નથી.
(6) તેમના મહેનતાણાના નક્કી કરેલ રકમ કરતા વધારાની રકમ મેળવી ગુજરાત યુનિવર્સિટીને આર્થીક નુકશાન કરેલ છે.
(7) 2019થી 2023 સુધી કોટક મહીન્દ્રા બેન્કનાં જુદાજુદા બેન્ક સ્ટેટમેન્ટ મુજબ કુલ રૂ.16,64,52,822નો ખર્ચ થયેલ હોવાનુ માલુમ પડેલ છે. પરંતુ તે ખર્ચ બાબતની કોઈ પરવાનગી કે આધાર પુરાવા આપેલ નથી.
આ રીતે ડો.કમલજીત લખતરીયાએ પોતાની ફરજ દરમ્યાન એનિમેશન વિભાગના કોટક મહેન્દ્રા બેંન્ક કલોલ શાખાના બેન્ક એકાઉન્ટમાંથી પોતાના તથા તેમના સબંધીઓના બેન્ક એકાઉન્ટમાં રૂ.1,15,15,053 જમાં કરાવી એમ.ઓ.યુ. મુજબ યુનિવર્સિટીને આપવાના થતા રૂ.4,09,84,695 નહીં આપી ગુજરાત યુનિવર્સિટીને આર્થિક નુકશાન પહોંચાડી વિશ્વાઘાત કરી નાણાની ઉચાપત કરી છે.








