મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BOTAD / ખાખોઈ ગામમાં અપહરણ બાદ યુવાનની હત્યામાં હત્યારા કાકા સહિત ચાર આરોપીઓની અટકાયત

BOTAD NEWS : બોટાદના તાલુકાના ખાખોઈ ગામમાં જમીનના વિવાદમાં વિજય રાઠોડ નામના યુવાનની તેના કાક

BOTAD / ખાખોઈ ગામમાં અપહરણ બાદ યુવાનની હત્યામાં હત્યારા કાકા સહિત ચાર આરોપીઓની અટકાયત

BOTAD NEWS : બોટાદના તાલુકાના ખાખોઈ ગામમાં  જમીનના વિવાદમાં વિજય રાઠોડ નામના યુવાનની તેના કાકા અને અન્ય ત્રણ એમ ચાર આરોપીઓએ મળીને હત્યા કરી હતી. પોલીસે હત્યારા કાકા સહિત ચાર આરોપીઓની અટકાયત કરી છે. 

ખાખોઈ ગામમાં જમીનના વિવાદમાં વિજય રાઠોડ નામના યુવાનનું તેના કાકા કમાભાઈ રૂપાભાઈ રાઠોડ અને અન્ય શખ્સોએ અપહરણ કર્યું હતું અને બાદમાં ગામના પાદરે લઈ જઈને ખુબ માર માર્યો હતો. 

વિજય રાઠોડને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે ભાવનગર સર ટી. સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. પાળિયાદ પોલીસે અગાઉ કરેલી ફરિયાદમાં 302ની કલમનો ઉમેરો કરી આ ચાર આરોપીઓની અટકાયત કરી છે : 

  • કમાભાઈ રૂપાભાઈ રાઠોડ
  • મહેશભાઈ કમાભાઈ રાઠોડ 
  • અરવિંદભાઈ કમાભાઈ રાઠોડ
  • ભીખાભાઈ નારણભાઈ 

આ સમાચાર શેર કરો