મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: થાનના પૂર્વ ભાજપ પ્રમુખ 6 વર્ષ માટે સસ્પેન્ડ, પક્ષ વિરુદ્ધ કાર્ય કરતા હાઈકમાન્ડે કરી સખ્ત કાર્યવાહી

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે પક્ષ વિરૂધ્ધ પ

સુરેન્દ્રનગર: થાનના પૂર્વ ભાજપ પ્રમુખ 6 વર્ષ માટે સસ્પેન્ડ, પક્ષ વિરુદ્ધ કાર્ય કરતા હાઈકમાન્ડે કરી સખ્ત કાર્યવાહી

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે પક્ષ વિરૂધ્ધ પ્રવૃત્તિ કરનાર થાન શહેરના પૂર્વ ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરાતા રાજકીય ભૂંકપ સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે જીતુ પુજારાને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. થાન નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધનું કામ કર્યું હોવાનું કારણ સામે આવતા પાર્ટીએ મોટું એક્શન લીધું છે.

પાર્ટી વિરુદ્ધ કામ કરવાનું કારણ દર્શાવીને નેતાજીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા

પાર્ટી વિરુદ્ધ કામ કરવાનું કારણ દર્શાવીને નેતાજીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જીતુ પૂજારા લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપમાં ઉથલપાથલ સર્જાઈ

બીજી તરફ પક્ષ વિરોધમાં પ્રવૃત્તિઓ કરનાર પર કાર્યવાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપમાં ઉથલપાથલ સર્જાઈ છે. તો બીજી તરફ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે થાન નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરુદ્ધ કાર્યકરનાર અન્ય નેતાઓ સામે પણ દંડનીય કાર્યવાહી થઈ શકે છે.

આ સમાચાર શેર કરો