મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર / 2000 કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ

Valsad News : સુરતના ડુમસમાં 2000 કરોડના જમીન કૌભાંડમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભ

મોટા સમાચાર / 2000 કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ

Valsad News : સુરતના ડુમસમાં  2000 કરોડના જમીન કૌભાંડમાં ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 2000 કરોડના ડુમસ જમીન કૌભાંડમાં સુરતના પૂર્વ અને હાલ વલસાડ કલેક્ટર IAS આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

સુરત નજીક આવેલા ડુમસમાં  સરકારી માલિકીની અંદાજે રૂપિયા 2000 કરોડના મૂલ્યની સરવે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈ બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડમાં સામે આવ્યું હતું. 

ડુમસમાં સરકારી કબજાની જમીન ગણોતધારાની કલમ-4નો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિને નામે ચઢાવી બિલ્ડરોને વેચી દેવાના કૌભાંડમાં ભાજપના રાજકારણી ઉપરાંત જે તે વખતના સુરતના અને હાલના વલસાડના કલેક્ટર આયુષ ઓક અને અન્ય અધિકારીની સંડોવણી ઉપરાંત ભાજપના રાજકારણી પણ તેમાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી હતી.

આ સમાચાર શેર કરો