મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ભાજપે જુઠ્ઠાણું ચલાવીને સત્તા મેળવી હતી', સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે કોંગ્રેસના પૂર્વ MLAને પગે પડી માંગી માફી

Gujarat Politics Sabarkantha: ઇડરના ટાઉનહોલમાં નિવૃત શિક્ષકના સન્માન સમારોહમા

'ભાજપે જુઠ્ઠાણું ચલાવીને સત્તા મેળવી હતી', સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે કોંગ્રેસના પૂર્વ MLAને પગે પડી માંગી માફી

Gujarat Politics Sabarkantha: ઇડરના ટાઉનહોલમાં નિવૃત શિક્ષકના સન્માન સમારોહમાં સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ પટેલે જણાવ્યુ કે, ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરશનદાસ સોનેરીને હરાવવા માટે 1995 ભ્રષ્ટાચારનું જુઠ્ઠાણુ ફેલાવીને ભાજપે સત્તા મેળવી હતી. જે બદલ કરશનદાસ સોનેરીના પગે પડી પૃથ્વીરાજ પટેલે માફી માગી હતી. જેને લઇ ભાજપમાં હડકંપ મચી ગયો હતો. 

ઇડરની સત્તા મેળવવા 1995માં ભાજપે જુઠ્ઠાણું ચલાવીને પ્રચાર કર્યો 

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ પૃથ્વીરાજ પટેલે જણાવ્યું કે, ઇડરના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કરશનદાસ સોનેરીની લોકચાહના 1995માં ચરસસીમાએ હતી અને ચૂંટણીમાં હરાવવા તેઓને મુશ્કેલ હતા. 1995માં ભાજપના રમણલાલ વોરાને જીતાડવા માટે પૃથ્વીરાજ પટેલે ગામે ગામ સભાઓ કરીને પ્રચાર કર્યો હતો. 25 વર્ષથી કોંગ્રેસના કરશનદાસ સોનેરીએ ઇડરની જનતાને મૂર્ખ બનાવીને ભ્રષ્ટાચાર કર્યો છે અને ગોવામાં હોટેલો ખરીદી છે. આ પ્રચારના કારણે 1995માં કરશનદાસ સોનેરીની હાર થઇ હતી અને ભાજપે ઇડર બેઠક આંચકી લીધી હતી. 

વોરાની જમીન પર પૃથ્વીરાજ પટેલનું વિવાદાસ્પદ નિવેદન

હાલના ધારાસભ્ય રમણલાલ વોરાની ગાંધીનગર પાસે 13 કરોડની જમીન ખરીદી છે. તેમના પુત્રો હોટેલ બનાવશે અને જો મને ઉદ્દઘાટનમાં આમંત્રણ આપશે તો જરૂરથી જઇશ.  તેમ કહી પૃથ્વીરાજ પટેલે રમણલાલ વોરાને ટોણો માર્યો હતો. 

આ સમાચાર શેર કરો