Bardoli News:નસૂરા ગામની સખી મંડળની બહેનો સાથે છેતરપિંડી, પૂર્વ પંચાયત સભ્યે બોગસ સહીથી લોન લઇ કરી ઉચાપત
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નસૂરા ગામે સખીમંડળની મહિલાઓને છેતરપિંડી કરીને મુખ્ય પ્ર

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નસૂરા ગામે સખીમંડળની મહિલાઓને છેતરપિંડી કરીને મુખ્ય પ્રયોજક સભ્યએ ખોટી લોન લઈને નાણાકીય ઉચાપત કર્યાના મામલો પ્રકાશમાં આવ્યો છે. મહિલા સભ્યો લોન લીધી ન હોવા છતાં તેઓના નામનો બોજો કરતા હતો. જેથી આજે તમામ ભોગ બનનાર મહિલાઓ બારડોલી રૂરલ પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપી હતી.
પૂર્વ પંચાયત સભ્ય પૂનમ હળપતિનું કારસ્તાન
રાજ્ય સરકારે એક બાજુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સ્વનિર્ભર બને અને આર્થિક રીતે પગભર થાય તે માટે વિવિધ પ્રકારના સખી મંડળો ચલાવાઇ રહ્યા છે. જોકે આ જ સખી મંડળની આડના કેટલાક છેતરપિંડી આચરી રહ્યા નહીં ફરિયાદો વધી રહી છે. બારડોલી તાલુકાના નસૂરા ગામની નસૂરા ગામે દસથી વધુ સખી મંડળો કાર્યરત છે. જેમાં 100 થી વધુ મહિલાઓ જોડાયેલી છે. આ સખી મંડળના મહિલાઓએ પોતે લોન લીધી ના હોવા છતાં તેમના નામે લોન ના પૈસા પણ બેંક ઓફ બરોડા દ્વારા ચૂકવી દેવાતા આખરે આ મહિલાઓ છેતરાયા હોવાનું જણાયું હતું.
લોન બાદ બોજો પડતા મામલો પ્રકાશમાં આવ્યો
આજે મોટી સંખ્યામાં ભોગ બનનાર મહિલાઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. છેતરપિંડી કરી તેમાં પૂર્વ પંચાયત સભ્ય પણ રહી ચૂકેલ પૂનમબેન મંગુભાઇ હળપતિએ શૌચાલય પાસ કરાવવા ના બહાને બધા ના પુરાવા મેળવ્યાં હતા. મહિલાઓએ બારડોલી રૂરલ પોલીસ મથકે પહોંચી સમગ્ર મામલે લેખિતમાં ફરિયાદ પણ આપી હતી. જવાબદાર વ્યક્તિ પૂનમબેન હળપતિ તેમજ જે બેન્ક ઓફ બરોડા ના અધિકારી દ્વારા આ લોન મંજૂર કરાવી હતી . તેઓની સામે પણ કાયદાકીય પગલા ભરવા માટે માંગ કરી હતી.
ટીડીઓ સુધી ફરિયાદ છતાં અધિકારીઓ પણ નહીં કરાવી યોગ્ય તપાસ.
પૂનમ હળપતિ અગાઉ પંચાયત સભ્ય પણ રહી ચુકી હોય કામો નો અનુભવ હતો. જેથી મહિલાઓ વાત માં આવી ગઈ હતી. શૌચાલય સહિત ની અનેક લાભો અપાવવા ની લોભામણી વાતો કરી હતી. અને એ પુરાવા લોન માં ઉપયોગ કર્યા હતા. લોન મંજુર થયા બાદ આજે તે મહિલાઓના દસ્તાવેજી કાગળોમાં બોજો પડતા અને હપ્તાની રકમ ભરવાની આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. માત્ર નસુરા ગામ માજ 10 જેટલા સખી મંડળો અને 100 થી વધુ મહિલાઓ જોડાયેલા છે. આવા અનેક ગામો માં પૂનમ હળપતિ એ છેતરપિંડી આચરતા આંકજો લાખો માં જાય તેમ છે.







