ગાંધીનગર જમીન વિવાદમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની સંડોવણી, જાણો શું છે સમગ્ર મામલો

ગાંધીનગર નજીક આવેલી કરોડોની જમીનના વિવાદને કોંગ્રેસી નેતાઓએ રાજકીય મુદ્દો બનાવ્યો હતો. પરંતુ હવે આ જમીન પ્રકરણમાં નવો જ વળાંક આવ્યો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે કરોડોની જમીનનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમાં હવે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર જ ફસાયા છે. આ વિવાદાસપદ જમીન પચાવી પાડવા ખેડૂતનું સબ-રજીસ્ટ્રાર કચેરીમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરાયું છે. એટલું જ નહીં, બે મહિનાથી અજાણ્યા સ્થળે ગોંધી રખાયા છે. પીડિત ખેડૂત પત્નિને ફરિયાદ કરી છેકે, આરોપીઓએ એવી ધમકી આપી છેકે, જો જગદીશ ઠાકોર સિવાય કોઈને જમીન વેચો તો યાદ રાખજો. ધમકી-અપહરણની પોલીસ ફરિયાદ નોંધાતાં ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે.
ખેડૂત પત્નીને ધમકી આપી
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઠાકોર સમુદાયની જમીન પચાવી પાડવામાં આવી છે તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસી નેતાઓએ આ જમીન પ્રકરણને ચૂંટણીનો મુદ્દો બનાવી રાજકીય રંગ આપ્યો હતો. જોકે, આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે.ખેડૂતની પત્ની કાજલ ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છેકે, રવિ ઠાકોર, ગાભુ રબારી અને બળદેવ રબારી નામના શખસોએ પોપટજીને તેની વડીલોપાર્જિત જમીન કોઈ અન્ય વ્યક્તિને વેચતા અટકાવ્યા હતા. એટલું જ નહી, ગાંધીનગર સેક્ટર-11 સ્થિત સબ-રજીસ્ટ્રાર કચેરીએથી પોપટજીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સિવાય આ જમીન બીજા કોઈને વેચશો નહીં તેવી ધમકી આપીને દસ્તાવેજો પર બળજબરીપૂર્વક સહીઓ કરાવી લેવાઈ હતી.
ખેડૂતની પત્નિએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છેકે, ખોરજની જમીનના મૂળ ભાગીદાર ખેડૂત પોપટજી ઠાકોર પોણા બે મહિનાથી ભેદી સંજોગોમાં લાપતા છે. જમીન પચાવી પાડવાના ઈરાદે તેને અજાણ્યા સ્થળે ગોંધી રાખવામાં આવ્યા છે. હાલ અડાલજ પોલીસ આ વિવાદાસપદ મામલાની કાયદાકીય તપાસ ચલાવી રહ્યા છે અને ગુમ થયેલા ખેડૂતની શોધખોળ કરી રહ્યા છે.
ખેડૂત પત્નીને ધમકી આપી
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઠાકોર સમુદાયની જમીન પચાવી પાડવામાં આવી છે તેવો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસી નેતાઓએ આ જમીન પ્રકરણને ચૂંટણીનો મુદ્દો બનાવી રાજકીય રંગ આપ્યો હતો. જોકે, આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે.
ખેડૂતની પત્ની કાજલ ઠાકોરે અડાલજ પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છેકે, રવિ ઠાકોર, ગાભુ રબારી અને બળદેવ રબારી નામના શખસોએ પોપટજીને તેની વડીલોપાર્જિત જમીન કોઈ અન્ય વ્યક્તિને વેચતા અટકાવ્યા હતા. એટલું જ નહી, ગાંધીનગર સેક્ટર-11 સ્થિત સબ-રજીસ્ટ્રાર કચેરીએથી પોપટજીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર સિવાય આ જમીન બીજા કોઈને વેચશો નહીં તેવી ધમકી આપીને દસ્તાવેજો પર બળજબરીપૂર્વક સહીઓ કરાવી લેવાઈ હતી.
ખેડૂતની પત્નિએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છેકે, ખોરજની જમીનના મૂળ ભાગીદાર ખેડૂત પોપટજી ઠાકોર પોણા બે મહિનાથી ભેદી સંજોગોમાં લાપતા છે. જમીન પચાવી પાડવાના ઈરાદે તેને અજાણ્યા સ્થળે ગોંધી રાખવામાં આવ્યા છે. હાલ અડાલજ પોલીસ આ વિવાદાસપદ મામલાની કાયદાકીય તપાસ ચલાવી રહ્યા છે અને ગુમ થયેલા ખેડૂતની શોધખોળ કરી રહ્યા છે.
આ મામલે હજુ ઘણાં રહસ્ય ખુલે તેમ છે
પોલીસનું અનુમાન છેકે, ગાંધીનગર સબરજિસ્ટ્રાર કચેરીના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવશે તો હજુ ઘણાં રહસ્ય ખુલે તેમ છે. આ ઉપરાંત મોબાઈલ ફોનના લોકેશનને જોતાં કોંગ્રેસી નેતાની શંકાસ્પદ ભૂમિકા પણ બહાર આવે તેમ છે. કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને અપહરણના મામલે આગામી દિવસોમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. અત્યારે તો પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને ગુમ થયેલા ખેડૂતનો પત્તો ક્યારે લાગે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.














