મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: તહેવારોમાં નવસારી રેલવે સ્ટેશને સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ મુદ્દે રોષ

સોર્સ: gstv

દિવાળી અને છઠ પૂજાના તહેવારો વચ્ચે નવસારીમાં વસતા પરપ્રાંતીય પરિવારોને વતન જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને વલસાડમાં વિશેષ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યા હોવાનો દાવો છે, પરંતુ નવસારીને આવી સુવિધા ન મળતાં સ્થાનિકોમાં નારાજગી છે. મુસાફરોને પરિવાર, બાળકો અને વૃદ્ધો સાથે ટ્રેન પકડવા માટે દૂર સુરત કે વલસાડ જવાની ફરજ પડી રહી છે. રેલવે કન્સલ્ટેટિવ કમિટી સહિતના લોકો દ્વારા રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તહેવારોમાં મુસાફરોની હાલાકી દૂર કરવા નવસારી સ્ટેશન પર વિશેષ ટ્રેનોને સ્ટોપેજ આપવાની માંગ ઉઠી છે અને માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.

આ સમાચાર શેર કરો