Video: સુરેન્દ્રનગરના વઢવાણમાં વીજ લાઈનના થાંભલા નાખ્યા બાદ વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ

સુરેન્દ્રનગરના વઢવાણમાં 865 કે.વી. વીજલાઈનના થાંભલા ઊભા કરાયા બાદ વળતરના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઠારિયા નજીકથી પસાર થતી વીજલાઈન માટે પૂરતું વળતર ન મળતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, થાંભલા ઊભા થવાથી તેમની કિંમતી જમીનના ભાવમાં મોટો ઘટાડો થયો છે. અંદાજે 8 કરોડની જમીન હવે 2 કરોડમાં પણ કોઈ ખરીદવા તૈયાર ન હોવાની વેદના ખેડૂતોએ વ્યક્ત કરી છે. સરકાર કંપનીઓનો બચાવ કરતી હોવાનો આક્ષેપ કરી ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. યોગ્ય વળતર મળે તે માટે સરકાર હસ્તક્ષેપ કરે તેવી ખેડૂતોની માંગ છે.







