Video: સુરેન્દ્રનગરના રાજચરાડીમાં કૌટુંબિક ભાઈની હત્યા

સુરેન્દ્રનગરના રાજચરાડી ગામે કૌટુંબિક ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ હરિ નામના યુવકે વના સુરેલાને માથાના ભાગે ધોકો માર્યો હોવાની માહિતી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






