Video: શિક્ષણ વિભાગનો તઘલખી પરિપત્ર સામે વિપક્ષનો વિરોધ

શાળાઓમાં પ્રવેશ સમયે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ મૂકતા રાજ્ય સરકારના પરિપત્ર સામે કોંગ્રેસે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આવા નિર્ણયો લઈ રહી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ કહ્યું કે, રાજ્યમાં શિક્ષકોની આશરે ૪૦ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. જેને ભરવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આ ઉપરાંત, શાળાઓમાં વર્ગખંડોની ભારે અછત છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે પણ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. ગુજરાતની ૧૪ હજાર ૫૬૫ શાળાઓમાં આજે પણ એકથી વધુ ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે.





