મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કાઠિયાવાડ ભવનનું ભવ્ય લોકાર્પણ સંપન્ન કર્યુંકાઠી દરબાર એજ્યુકેશન

ગાંધીનગર ખાતે કાઠી દરબાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નિર્મિત ‘કાઠિયાવાડ ભવન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાળિયાદના મહામંડલેશ્વર નિર્મળાબા, ધજાળાના પૂજ્ય ભરત બાપુ, જૂનાગઢ ગોરક્ષનાથ આશ્રમના પૂજ્ય શેરનાથ બાપુ અને જૂના સુરજદેવળના પૂજ્ય દિલીપ બાપુ સહિત અનેક સંતો-મહંતોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં દિવ્ય દીપ પ્રાગટ્ય સાથે સંતો, મહાનુભાવો અને ઉદાર મનના દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સમારોહમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, બાબુભાઈ જેબલિયા, ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો