Video: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને તેમના પરિવારને CMRL કેસમાં સાત દિવસની વચગાળાની રાહત

સુપ્રીમ કોર્ટે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, તેમની પુત્રી વીણા ટી અને જમાઈ પી.એ. મોહમ્મદ રિયાસને CMRL-એક્ઝેલોજિક કથિત ચૂકવણી કેસમાં વચગાળાની રાહત આપી છે. કોર્ટે તેમની સામેની તપાસ અને કાર્યવાહી પર સાત દિવસ માટે રોક લગાવી દીધી છે, જોકે FIR રદ કરી નથી…વેકેશન બેન્ચે અરજદારોને કેરળ હાઈકોર્ટમાં પુનર્વિચારણા માટે અરજી કરવા નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે, તમે ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હોવ, કાયદો તમારાથી ઉપર છે. આ મામલો કોઈ પણ સેવા વગર એક્ઝેલોજિક કંપનીને કથિત રીતે ચૂકવવામાં આવેલી રૂપિયા ૨ કરોડ 78 લાખની રકમ સાથે સંબંધિત છે, જેની તપાસ હાલ ચાલી રહી છે.





