મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ખાનગી વ્યક્તિઓ પણ ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી વિરુદ્ધ ફરિયાદ કરી શકશે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં ખાનગી વ્યક્તિઓને ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી આપવા કે હકીકતો છુપાવવા બદલ ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આવી ફરિયાદો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૨૫A હેઠળ થઈ શકે છે……અદાલતે જણાવ્યું કે આ મામલો CrPCની કલમ ૧૯૫(૧)ના દાયરામાં આવતો નથી, જેમાં સરકારી અધિકારી દ્વારા ફરિયાદ કરવી અનિવાર્ય હોય છે. જો ધારાસભાનો ઈરાદો માત્ર સરકારી અધિકારી દ્વારા જ ફરિયાદનો હોત, તો કાયદામાં સ્પષ્ટ સુધારો કરાયો હોત. આ નિર્ણયથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે.

આ સમાચાર શેર કરો