મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ટોલ ટેક્ષ હળવો કરવા પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રીને લખ્યો પત્ર

પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખ્યો છે. જેમાં ત

ટોલ ટેક્ષ  હળવો કરવા પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રીને લખ્યો પત્ર

પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખ્યો છે.  જેમાં તેમણે પોરબંદર અને જૂનાગઢ વિસ્તારના લોકોને મોટો અન્યાય થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જવાહર ચાવડાના પત્ર મુજબ, તાલુકા, જીલ્લા, રાજ્ય કક્ષાએ રજૂઆત કરવા જતા અસહ્ય ટોલ ટેક્ષ ભરવો પડે છે.

પૂર્વ મંત્રી જવાહાર ચાવડાનો  કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને ખુલ્લો પત્ર

પોરબંદરથી ગાંધીનગર   ટોલટેક્ષ
વનાણા ટોલનાકા- પોરબંદર 80
ડુમીયાણા ટોલનાકા- ઉપલેટા 120
પીઠડીયા ટોલનાકા- જેતપુર 45
ભરુડી ટોલનાકા- ગોંડલ 45

કેન્દ્ર સરકાર ઓરમાયુ વર્તન અને અન્યાય કરી રહી છે. મનસુખ માંડવિયાને કટાક્ષ કરતાં તેમણે લખ્યું છે, તમારા માટે આ વિસ્તાર સાવ નવો છે. આ વિસ્તારના પ્રશ્નોથી તમે તદન અજાણ હશો તે સ્વાભાવિક છે.પોરબંદરથી કોઇ અરજદાર રાજ્ય મથકે રજુઆત કરવા જાય ત્યારે 290 રૂપિયા ટોલ ટેક્ષ ભરવો પડે છે.

વેરાવળથી ગાંધીનગર  ટોલ ટેક્ષ
ચાંડુવાવ ટોલનાકા -વેરાવળ 100
ગાદોઈ ટોલનાકા- વંથલી 115
પીઠડીયા ટોલનાકા- જેતપુર 45
ભરુડી ટોલનાકા- ગોંડલ 45
   
   

 વેરાવળથી કોઇ અરજદાર રાજ્ય મથકે રજુઆત કરવા જાય ત્યારે 305 રૂપિયા ટૉલટેક્ષ ભરવો પડે છે. હું તો આ તમામ ટોલ બુથ પર ટેક્ષ ભરીજ રહ્યો છું” અને ભરતો પણ રહીશ અને તેનો વાંધો પણ નથી કારણ કે હું ટોલટેક્ષ બચાવવા મારી કાર પર ભુતપૂર્વ મંત્રી કે ધારાસભ્ય લખતો નથી.

આ સમાચાર શેર કરો