મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના પૂર્વ મંત્રીની કારને પીઠાઈ પાસે નડ્યો અકસ્માત, ડમ્પર અને કારની ભયાનક ટક્કરમાં નેતાજીનો બચ્યો જીવ

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને કપડવંજના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહની કારને બેફામ ડમ્પર ચાલકે અડફ

ગુજરાતના પૂર્વ મંત્રીની કારને પીઠાઈ પાસે નડ્યો અકસ્માત, ડમ્પર અને કારની ભયાનક ટક્કરમાં નેતાજીનો બચ્યો જીવ

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને કપડવંજના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહની કારને બેફામ ડમ્પર ચાલકે અડફેટે લીધાની માહિતી સામે આવી છે. બિમલ શાહ તેમના પૂર્વ મતવિસ્તાર કપડવંજની મુલાકાતે ગયા હતા તે સમયે જ આ ઘટના બની હતી.

બિમલ શાહ તેમના પૂર્વ મતવિસ્તાર કપડવંજની મુલાકાતે ગયા હતા તે સમયે જ આ ઘટના બની 

કપડવંજથી અમદાવાદ જતા ડમ્પરો પીઠાઈ ટોલ પ્લાઝા ટેક્સ બચાવવા તોરણાથી છીપડી માર્ગ પર બેફામ દોડી રહ્યા છે. ત્યારે અહીંથી પસાર થતા પૂર્વ મંત્રી બિમલ શાહની કારને પણ અડેફેટે લેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. 

 કારમાં સવાર પૂર્વ મંત્રી બિમલ શાહનો આબાદ બચાવ 

કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર સદનસીબે કારમાં સવાર પૂર્વ મંત્રી બિમલ શાહનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતા કાર્યકરો અને હોદ્દેદારોએ ખબર અંતર પૂછ્યા હતા. તોરણાથી છીપડી માર્ગ બિસ્માર હોવાથી વાહન ચાલકો વાહન પરનો કાબુ ગુમાવતા અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટના બને છે.

આ સમાચાર શેર કરો