MS Universityના પૂર્વ વિવાદિત VCની 'બંગલા હઠ', રાજીનામાના 2 મહિના બાદ પણ બંગલો નથી છૂટતો
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પૂર્વ VC ડૉ. વિજય શ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પૂર્વ VC ડૉ. વિજય શ્રીવાસ્તવે પોતાના પદેથી રાજીનામું આપ્યા છતાં VCનો બંગલો ખાલી નહીં કરતાં વિવાદ સર્જાયો. પૂર્વ વીસીએ રાજીનામું આપ્યાના 2 મહિના થઈ ગઈ હોવા છતાં ફાળવેલો બંગલો ખાલી નહીં કરતાં વિદ્યાર્થી સંગઠનમાં નારાજગી જોવા મળી.
રાજીનામાના બે મહિના પછી પણ બંગલા પર કબજો
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પૂર્વ VC ડૉ. વિજય કુમારે રાજીનામું આપ્યાના બે મહિના થઈ ગયા છે. તે છતા પણ તેમને ફાળવેલો બંગલો હજુ સુધી ખાલી નહીં કરતાં વિવાદ સર્જાવા પામ્યો છે. શહેરના કમાટી બાગ સામે આવેલો છે 'ધનવંતરી' નામે VCનો બંગલો. વીસીના પદ ઉપર આવ્યા પછી યુનિવર્સિટી દ્વારા ફળવાયો હતો આ બંગલો. જો કે રાજીનામાના 60 દિવસ પછી પણ ખાલી નથી કરાયો બંગલો.
વિદ્યાર્થી સંગઠનો મેદાને
પૂર્વ VC દ્વારા બંગલો ખાલી નહીં કરાતા વિધાર્થી સંગઠનમાં ભારે નારાજગી જોવા મળી છે જેથી બંગલો ખાલી કરાવ્યા સંગઠનો મેદાને આવ્યા છે. તેટલું જ નહીં પરંતુ પૂર્વ વીસીને વતન મોકલી આપવા માટે વિધાર્થી સંગઠનોએ ફાળો પણ ઉઘરાવ્યો હતો. જો તેમની પાસે પોતાના વતન જવા પૈસા ન હોય તો વિદ્યાર્થીઓએ ઉઘરાવેલા ફાળાથી મોકલી આપવાની તૈયારી પણ સંગઠનોએ બતાવી. VCના નિવાસસ્થાનની બહાર વિદ્યાર્થીઓ ધરણાં પર બેઠા હતા.
નકલી દસ્તાવેજોને આધારે VCના પદ પર હોવાનો આક્ષેપ
પૂર્વ VCને તત્કાલિક ધોરણે બંગલો ખાલી વિધાર્થી સંગઠન દ્વારા નોટિસ પણ આપવામાં આવી. નકલી દસ્તાવેજોને આધારે ડૉ. વિજય શ્રીવાસ્તવ MS યુનિવર્સિટીમાં વીસીના પદ પર બેઠા હોવાનો આક્ષેપ લાગ્યો હતો જેના પગલે વિવાદ સર્જાતાં ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર પદ ઉપરથી આપ્યું હતું રાજીનામું. હાલ યુનિવર્સીટી દ્વારા વીસી તરીકે ધનેશ પટેલની વરણી કરી હોવા છતાં પણ વિજય કુમાર શ્રીવાસ્તવ બંગલો ખાલી નથી કરી રહ્યા જેને લઈને ચારે તરફથી છે વિરોધમાં ઘેરાયા છે. હવે પુર્વ વીસી ક્યારે બંગલો ખાલી કરશે તે એક મોટો સવાલ બન્યો છે.








