વડોદરામાં પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ, ત્રણની ધરપકડ
ગુજરાતભરમાંથી સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટ

ગુજરાતભરમાંથી સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં કેટલાક શખ્સો દ્વારા પેટ્રોલ ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. વડોદરામાં પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસે આ મામલે કાર્યવાહી કરી અને આરોપીઓ સાથે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વડોદરા શહેરમાં જવાહર નગર પોલીસે ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચોરી કરવાને મામલે ટ્રાન્સપોર્ટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે કાર્યવાહી કરીને ટેન્કર, કેરબા,પાઇપ, પાંચ મોબાઇલ મળી 33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રાન્સપોર્ટર શકીલ રંગવાળા માસ્ટર માઇન્ડ, પેટ્રોલ ડીઝલ ભરીને નીકળતા ટેન્કરોમાંથી ચોરી કરવામાં આવતું હતું. જો કે, પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




