મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahemdabad Plane Crash: લંડન જતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, Rajkot નિવાસ સ્થાને મહામૃત્યુંજયના જાપ

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત લોકોના મોત નીપજ્યા છે.

Ahemdabad Plane Crash: લંડન જતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, Rajkot નિવાસ સ્થાને મહામૃત્યુંજયના જાપ

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત લોકોના મોત નીપજ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં  શોકનો માહોલ છવાયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ-લોકો વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. વિજય રૂપાણીના ઘરની બહાર ભારે ભીડ જામી છે. સાથે જ એકઠા થયેલા લોકોએ મહામૃત્યુંજય અને ગાયત્રી મંત્રના જાપ કર્યા.. 

ટેક ઓફ થયાના બે મિનિટમાં જ પ્લેન ક્રેશ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

આ સમાચાર શેર કરો