મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ફોરેસ્ટ ગાર્ડની શારીરિક યોગ્યતા કસોટી માટે જિલ્લાવાર કેટેગરી પ્રમાણે ઉમેદવારોની યાદી જાહેર

ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓ ભરવા માટે શારીરિક યોગ્યતા કસોટી માટે જિલ્લા વાર

ફોરેસ્ટ ગાર્ડની શારીરિક યોગ્યતા કસોટી માટે જિલ્લાવાર કેટેગરી પ્રમાણે ઉમેદવારોની યાદી જાહેર

ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યાઓ ભરવા માટે શારીરિક યોગ્યતા કસોટી માટે જિલ્લા વાર કેટેગરી પ્રમાણે 25 ગણા ઉમેદવારો નું લિસ્ટ GSSSB ની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ - 3 ની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૮ (આઠ) ગણા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ પર તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

જે બાદ વન અને પયાસવરણ સવભાગના તા.૦૬/૦૮/૨૦૨૪ના પત્રની સચૂના અનુસાર “વન રક્ષક (Forest Guard)”  વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૨૫ (પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા સૂચના મળી હતી. જેથી જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ૨પ ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ViewFilepdf_dquS0nYL1723046308.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

શા માટે થઇ રહ્યો છે વિરોધ?

ઉમેદવારોનો આક્ષેપ છે કે CBRT પરીક્ષા દરમિયાન અનેકવાર ટેકનિકલ ખામી જોવા મળી છે. જેથી ઉમેદવારોને સમયનું નુકસાન થવું, મોરલ ડાઉન થઈ જવું,  નિરાશ થઈ જવું જેવા કિસ્સાઓ જોવા મળ્યા છે. જેથી તેઓ નિયત સમયમાં દરેક પ્રશ્નને ન્યાય આપી શકતા નથી. ઉમેદવારોનું માનવું છે કે એક પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે છે. જો GPSC, પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થાઓ ઓફલાઇન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોઈ તો ગૌણસેવા શા માટે ઓફ્લાઇન મોડથી પરીક્ષા ન લઈ શકે ?

ફોરેસ્ટ ઉમેદવારોએ કર્યા આક્ષેપ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ,  વર્ક આસિસ્ટન્ટ,  મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર અને ઓછી બેઠકો વાળી વર્ગ 2-3ની ભરતીની પરીક્ષાઓ  CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે. જેમાં હવે ફોરેસ્ટ  ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે  CBRT પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત અને ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં એજન્સી આ દાવાઓ પર ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. 

આ સમાચાર શેર કરો