મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિદેશી મહેમાનોને લાગ્યો ગુજરાતી ચસ્કો! 5 હજાર કિમીનું અંતર કાપીને માણે છે આ વ્યંજનની મોજ

સાઈબિરિયાથી અંદાજે 5 હજાર કિલોમીટરનું અંતર કાપી સિગલ પક્ષી હાલમાં સુરતના મહેમાન બન્યા છે. આ વિદેશી પક્ષી

વિદેશી મહેમાનોને લાગ્યો ગુજરાતી ચસ્કો! 5 હજાર કિમીનું અંતર કાપીને માણે છે આ વ્યંજનની મોજ

સાઈબિરિયાથી અંદાજે 5 હજાર કિલોમીટરનું અંતર કાપી સિગલ પક્ષી હાલમાં સુરતના મહેમાન બન્યા છે. આ વિદેશી પક્ષી દર વર્ષે શિયાળાની ઋતુમાં સુરતમાં આવી પહોંચતા હોય છે. સુરતીઓ સાથે તો એવા ભળી ગયા કે ગાઠિયા ખાવા માટે હાથ પર પણ બેસી જતાં હોય છે. શહેરીજનો તાપી નદીના બ્રિજ ઉપર વહેલી સવારે પહોંચી રોજે રોજ ગાઠીયા ખવડાવતા નજરે પડે છે. 

આ પણ વાંચોઃ ભાજપ મહિલા નેતાના આપઘાતનું કારણ પ્રેમ, પૈસા કે પીડા? કોર્પોરેશનની ટિકિટના બે કરોડ પડાવાયાની ચર્ચા

ભાવતા ભોજન કરાવાય છે

ગુજરાતીઓને સવાર સવારમાં ચા-ગાંઠિયા મળી જાય તો બીજ કશુ જ માગતા નથી. જો કે, સાઈબિરિયાથી આવેલા સિગલ પક્ષીઓ પણ ગુજરાતી જ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. લોકો કોઝવે સહિતની જગ્યાએ જઈને ગાઠિયા, કળિ સહિતની વસ્તુઓ પ્રેમથી ખવડાવે છે. પક્ષીઓ પણ પરોણાગત સ્વીકારતા હોય તે રીતે હોંશે હોંશે ખાતા નજરે પડે છે. ત્યારે લોકોની સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રવૃતિમાં જોડાઈ જતાં હોય છે. વેડ રોડ ખાતે આવેલી શાળાના વિદ્યાર્થીઓ પણ પર્યાવરણ, પક્ષી અને પરોણાગતને જાણવા, માણવા અને સમજવા કોઝ વે પર પહોંચી ગયા હતાં. જ્યાં પક્ષીઓને ભાવતા ભોજન કરાવીને જ્ઞાનનું ભથ્થું બાંધ્યું હતું. 

શાળાના વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક નવનિત ગોપાણીએ કહ્યું કે, સિગલ પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને ગરમ પ્રદેશમાં દરવર્ષે આવે છે. સુરતમાં આ પક્ષીઓ આવતાં હોવાથી અમે આજે બાળકોને પક્ષીઓ વિષે માહિતી આપી હતી. સાથે જ તેમને ભાવતાં ગાંઠિયા ખવડાવ્યા હતાં. સાથે જ બાળકોને પર્યાવરણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પક્ષી, પર્યાવરણ અને પ્રેમ તથા પક્ષીઓમાં રહેલી શક્તિ વિષે પણ વિદ્યાર્થીઓને અવગત કરાવવામાં આવ્યાં હતાં.

આ સમાચાર શેર કરો