મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

CA ઈન્ટર અને ફાઉન્ડેશનનું પરિણામ જાહેર: પ્રથમ વખત અમદાવાદના 11 વિદ્યાર્થીઓએ ટોપ 50માં મેળવ્યું સ્થાન

ઈન્સિટટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિ

CA ઈન્ટર અને ફાઉન્ડેશનનું પરિણામ જાહેર:  પ્રથમ વખત અમદાવાદના 11 વિદ્યાર્થીઓએ ટોપ 50માં મેળવ્યું સ્થાન

ઈન્સિટટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિએટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના 11 વિદ્યાર્થીઓ ટોપ -50માં આવ્યા છે. જે ગૌરવની વાત છે. મળતા અહેવાલ પ્રમાણે  CA ઈન્ટરમીડિએટમાં સમગ્ર દેશમાં ગ્રુપ-1માં 108187 વિદ્યાર્થીમાંથી 15332 વિદ્યાર્થી પાસ થયા હતા. પાસ થતા ગ્રુપ-1નું 14.17 ટકા પરિણામ આવ્યું છે. ગ્રુપ-2માં 80368 વિદ્યાર્થીમાંથી 17813 વિદ્યાર્થી પાસ થતાં 22.16 ટકા પરિણામ રહ્યું છે.

અમદાવાદ સેન્ટરમાંથી એક સાથે 11 વિદ્યાર્થીઓ દેશના ટોપ 50 રેન્કમાં 

જે સપ્ટેમ્બર સેશનમાં 19.67 ટકા રહ્યું છે. ઈન્ટરમીડિએટની આ વખતની પરીક્ષામાં અમદાવાદ સેન્ટરમાંથી એક સાથે 11 વિદ્યાર્થીઓ દેશના ટોપ 50 રેન્કમાં આવ્યા છે. પ્રથમ વખત અમદાવાદના એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા રેન્કમાં સ્થાન પામ્યા છે. જેમાં અમદાવાદની વિદ્યાર્થિની નિધિ તલાટીએ 12માં ઓલ ઈન્ડિયા રેન્ક સાથે દેશના ટોપ 15માં સ્થાન મેળવ્યું છે. 

 ફાઉન્ડેશનનું 21.52 ટકા પરિણામ રહ્યું 

અમદાવાદ સેન્ટરના પરિણામની વાત કરીએ તો જાન્યુઆરીના સેશનમાં બન્ને ગ્રુપનું 21.94 ટકા, ગ્રુપ-1નું 8.12 ટકા અને ગ્રુપ-2નું 31.56 ટકા પરિણામ રહ્યું છે. ગત સપ્ટેમ્બરમાં બન્ને ગ્રુપનું 3.80 ટકા રહ્યું હતું. જ્યારે સીએ ફાઉન્ડેશન પરીક્ષામાં સમગ્ર દેશમાંથી 110887 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 23861 વિદ્યાર્થી પાસ થતા ફાઉન્ડેશનનું 21.52 ટકા પરિણામ રહ્યું છે.

આ સમાચાર શેર કરો