ખેલમહાકુંભમાં ફૂટબોલની ટુર્નામેન્ટ યોજાઈ, જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓએ નામ કર્યુ રોશન
ખેલમહાકુંભ ૩.૦ સંચાલિત જિલ્લા કક્ષા બહેનોની ફૂટબોલ ટુર્નામેન્ટ અન્ડર- ૧૭ તારીખ ૨૪થી ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન ભાણ

ખેલમહાકુંભ ૩.૦ સંચાલિત જિલ્લા કક્ષા બહેનોની ફૂટબોલ ટુર્નામેન્ટ અન્ડર- ૧૭ તારીખ ૨૪થી ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન ભાણકી સ્ટેડિયમ, રાંદેર, સુરત ખાતે યોજવામાં આવી હતી. જેમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગત-કેનાલ રોડ ની વિદ્યાર્થીની ઓ ફૂટબોલ ટુર્નામેન્ટ માં વિજેતા બની જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કર્યું હતું.
વિદ્યાર્થીઓને અપાયા અભિનંદન
આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાની વિદ્યાર્થિની, વાલી, ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્ય, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ફૂટબોલ કોચ મેહુલ પટેલને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીમિત્રોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે છે.






