મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પાલિકાના વિકાસ કામો પર ફરી વળતી મેટ્રો, 3 કરોડના ખર્ચે તૈયાર થયેલો ફૂટ ઓવરબ્રિજ તોડી પડાશે

સુરત શહેર માટે અતિ મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રોની કામગીરી માટે રૂટમાં આવતા ઘણાં નડતરરૂપ સ્ટ્ર

સુરત પાલિકાના વિકાસ કામો પર ફરી વળતી મેટ્રો, 3 કરોડના ખર્ચે તૈયાર થયેલો ફૂટ ઓવરબ્રિજ તોડી પડાશે

સુરત શહેર માટે અતિ મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રોની કામગીરી માટે રૂટમાં આવતા ઘણાં નડતરરૂપ સ્ટ્રક્ચરો તોડવામાં આવી રહ્યા છે. મનપાના ઘણાં સર્કલ પણ મેટ્રોના રૂટમાં આવતા હોય, તે પણ તોડી પડાયા છે. હવે મનપાના ત્રણ ફૂટ ઓવરબ્રિજ પણ મેટ્રોના રૂટમાં આવતા હોવાથી તેને તોડી પાડવામાં આવશે.મેટ્રો રેલ પ્રોજેકટના કોરીડોર-2ના રૂટમાં અઠવા ચોપાટી પાસેના ફૂટ ઓવરબ્રિજ તેમજ સિવિલ હોસ્પિટલ અને માનદરવાજા પાસેનો ફૂટ ઓવરબ્રિજ નડતરરૂપ હોવાથી તેને દૂર કરવા તેમજ સ્ટ્રકચરલ ફેરફાર કરવા માટે શાસકોની મંજૂરી માગવામાં આવી હતી, જેને સ્થાયી સમિતિમાં મંજુરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં ટેમ્પોમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર ઝડપાયો, લોકોએ થાંભલે બાંધી મેથિપાક આપ્યો

નડતરરૂપ કામો તોડી પડાશે

મેટ્રોમાં શહેરમાં બે ફેઝમાં કામગીરી થઈ રહી છે. જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટીથી સરથાણા તેમજ બીજો ફેઝ સારોલીથી ભેંસાણ છે. બીજો ફેઝ એલીવેટેડ હોય આ રૂટમાં મેટ્રોનો બ્રિજ બની રહ્યો છે. ત્યારે આ રૂટમાં નડતરરૂપ અઠવા ચોપાટી પાસેનો ફૂટ ઓવરબ્રિજ તેમજ સિવિલ હોસ્પિટલ અને માનદરવાજા પાસેના ફૂટ ઓવરબ્રિજ તોડી પાડવામાં આવશે. 

પાલિકાને મળશે 3 કરોડ

અઠવા ચોપાટી પાસેનો ફૂટ ઓવરબ્રિજ સંપુર્ણ તોડી પડાશે, જ્યારે સિવિલ હોસ્પિટલ અને માનદરવાજા પાસેના ફૂટ ઓવર બ્રિજનો અંશત: ભાગ તોડવા માટેની પરવાનગી માંગવામાં આવી છે. અઠવા ચોપાટી પાસેનો બ્રિજ મનપા દ્વારા 3 કરોડના ખર્ચે સાકાર કરાયો હતો, જે રકમ મનપા મેટ્રો પાસેથી વસૂલશે. સંપૂર્ણ રકમ મનપાને જમા કરાવ્યા બાદ જ મનપા આ બ્રિજ તોડવાની પરવાનગી આપશે તેમ સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો