મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગરમાં પ્રસાદી લીધા પછી 50 બાળકોને ફૂ઼ડ પોઈઝનિંગની અસર, સિવિલમાં તમામને અપાઈ સારવાર

જામનગરમાં મોડી રાત્રે અંદાજીત 80 લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. શહેરના હાપા

જામનગરમાં પ્રસાદી લીધા પછી 50 બાળકોને ફૂ઼ડ પોઈઝનિંગની અસર, સિવિલમાં તમામને અપાઈ સારવાર

જામનગરમાં મોડી રાત્રે અંદાજીત 80 લોકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી.  શહેરના હાપા વિસ્તારમાં એલગન સોસાયટીમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હતો. ગત રાત્રે પ્રસાદી લીધા બાદ સંખ્યાબંધ લોકોને ચક્કર, વોમિટીંગ સહિતની સમસ્યા સર્જાઈ હતી.

અસરગ્રસ્ત લોકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા 

આ તમામ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.અસરગ્રસ્ત લોકોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. સિવિલના બેડ પણ ખૂટ્યા હતા. ફૂ઼ડ પોઈઝનિંગની 50 બાળકોને પણ અસર થઈ હતી.

80 માંથી 50 બાળકો

80 પૈકી 50 બાળકોને અસર થઈ  હોવાનું સામે આવ્યું છે.તમામને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પીડિયાટ્રિક વિભાગમાં બાળકો અને તેના વાલીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો, અને બેડ ખુટી પડ્યા હતા.

બેડ ખૂટી પડતાં બાળકોને જમીન પર સુવડાવીને સારવાર લેવી પડી

એક એક 108ની એમ્બ્યુલન્સમાં પાંચથી દસ બાળકોને સારવાર માટે લઈ આવવાનો વારો આવ્યો હતો. જ્યારે બેડ ખૂટી પડતાં બાળકોને જમીન પર સુવડાવીને સારવાર લેવી પડી હતી. વહેલી સવાર સુધીમાં  4 વર્ષ થી લઈને 17 વર્ષ સુધીના કુલ 26 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. 

પંચકોસી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ મોડી રાત્રે  દોડતો થયો

તમામ બાળકો ભયમુક્ત છે. આ ઉપરાંત અન્ય સંખ્યાબંધ બાળકો સહિતના ભોગ બનનારને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે. પંચકોસી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ મોડી રાત્રે  દોડતો થયો હતો. આ બનાવની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર જીતેન્દ્ર શિંગાળા

આ સમાચાર શેર કરો