મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત પરથી ગટરિયા પૂરની ઘાત ટળી, ઉકાઈમાંથી પાણી છોડવાનું ઓછું કરાતા તાપીના જળસ્તરમાં ઘટાડો

છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં ત્રણ લાખથી વધુ ક્યુસેક પાણી આવ

સુરત પરથી ગટરિયા પૂરની ઘાત ટળી, ઉકાઈમાંથી પાણી છોડવાનું ઓછું કરાતા તાપીના જળસ્તરમાં ઘટાડો

છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં ત્રણ લાખથી વધુ ક્યુસેક પાણી આવી રહ્યું હતું. ડેમની સપાટી રૂલ લેવલને વટી જતા તંત્ર દ્વારા અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું. તેથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી. જો કે આજે ઉકાઈમાં ઈનફલો ઘટતા આઉટ ફ્લો પણ ઘટાડી દેવામાં આવ્યો છે. જેથી સુરત પરથી ગટરિયા પૂરની ઘાત ટળી છે.

ડેમમાં ઈન્ફલો ઘટ્યો

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું છે. જેના પગલે સુરતીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. અઢી લાખ ક્યુસેક પાણીની જગ્યાએ હાલ ઉકાઈ ડેમમાં 1.99 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં પાણીનો ઈનફ્લો1.51 લાખ થયો છે. જેથી પાણી ઓછું છોડાતું હોવાથી તાપી નદીના જળસ્તરમાં પણ ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે.

કોઝ વેના જળસ્તરમાં ઘટાડો

તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે. ત્યારે કોઝવે ની સપાટી 10 મીટરથી ઘટીને 9.74 મીટર થઈ છે. હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવક ઓછી થતા જાવક પણ ધીમે ધીમે ઘટાડવામાં આવી રહી છે. તાપી નદીના જળસ્તર ઘટે તો ફ્લડગેટ ઝડપથી ખુલ્લા થાય અને નીચાણ વાળા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે. તે પણ ઝડપથી મુક્ત થશે તેવી આશા સેવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો