Vadodara news: નર્મદા નદી બે કાંઠે વહેતા શિનોર તાલુકામાં પૂર જેવી સ્થિતિ, તંત્ર સાબદું
વડોદરા જીલ્લાના કરજણ શિનોર તાલુકા નર્મદા નદી ઘુસ્યા છે. નર્

વડોદરા જીલ્લાના કરજણ શિનોર તાલુકા નર્મદા નદી ઘુસ્યા છે. નર્મદા નદીમાં છોડાઈ રહેલા પાણીથી વડોદરાના શિનોર, કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે જોવા મળી છે. શિનોરના દિવેર મઢી ખાતે અડધા કિલોમીટર સુધી નદીના રેતીના પટ્ટમાં નર્મદા નદીના પાણી પહોંચી ગયા છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતા છે. ઉપરવાસમાંથી 3,27,544 ક્યુસેક પાણીની આવક સાથે ડેમના 15 દરવાજા ખોલી 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 133.25 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. વડોદરાના શિનોર, કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે જોવા મળી છે. શિનોરના દિવેર મઢી ખાતે અડધા કિલોમીટર સુધી નદીના રેતીના પટ્ટમાં નર્મદા નદીના પાણી પહોંચી ગયા છે. તંત્ર દ્રારા દિવેર મઢી નર્મદા નદી ખાતે પોલીસ બંદોબસ ગોઠવવામાં આવ્યો છે.
આ ગામોને કરાયા એલર્ટ
શિનોરના માલસર, માંડવા, અંબાલી, ઝાંઝડ, સુરાશામળ, બરકાલ, બીથલી, દરિયાપુરા, મોલેથા, કંજેઠા, શિનોર જ્યારે કરજણ તાલુકામાં આવેલા નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.






