માતા-પિતા માટે ચેતવણીઃ બાળકને શરદી, ખાંસી અને તાવ આવે તો હળવાશથી ન લેશો, સુરતમાં 5 વર્ષની બાળકીનું થયું મોત
સુરતના કતારગામ વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીના મોતનો દુ:ખદ બનાવ સામે આવ્યો છે. પ્રાથમિ


સુરતના કતારગામ વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીના મોતનો દુ:ખદ બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ બાળકીનું શરદી, ખાંસી અને તાવના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર પૂજા નામની પાંચ વર્ષની બાળકી છેલ્લા આઠ દિવસથી શરદી, ખાંસી અને તાવથી પીડાઈ રહી હતી. તેને અછબડા પણ થયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવાર દ્વારા બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી અને દવાઓ પણ આપવામાં આવી રહી હતી.
ગઈકાલે બાળકીની તબિયત અચાનક વધુ બગડતા તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જોકે, ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી હતી.
બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર મામલે વધુ માહિતી માટે તબીબી અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.






