Surat/ લાલગેટ વિસ્તારમાં પતિ-પત્ની અને પુત્રના રહસ્યમય મોત, કાર્બન મોનોક્સાઇડ કારણ હોવાની શંકા
સુરતના લાલગેટ વિસ્તારમાં પતિ, પત્ની અને પુત્રના રહસ્યમય મો

સુરતના લાલગેટ વિસ્તારમાં પતિ, પત્ની અને પુત્રના રહસ્યમય મોતનો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ ત્રણેયનું મોત કાર્બન મોનોક્સાઇડ ગેસ શ્વાસમાં જવાથી ગૂંગળામણના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, મૃતકોના શરીરમાંથી ઝેરી દવા જેવા કોઈ અંશો મળ્યા નથી. પોલીસ દ્વારા લેવામાં આવેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. આ દુર્ઘટનામાં પરિવારની પુત્રી ફરીન દાદીના ઘરે સુવા ગઈ હોવાથી બચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.
હાલ લાલગેટ પોલીસ સમગ્ર મામલે અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સત્ય બહાર લાવવા માટે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.






