મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: સિકંદરાબાદમાં સોનાની દુકાનમાં લાખોની ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો

સુરતમાં સિકંદરાબાદની એક સોનાની દુકાનમાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરી કરી ફરાર થઈ ગયેલા આરોપીને સુરત ક્રાઈ

Surat: સિકંદરાબાદમાં સોનાની દુકાનમાં લાખોની ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો

સુરતમાં સિકંદરાબાદની એક સોનાની દુકાનમાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરી કરી ફરાર થઈ ગયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપીએ વિશ્વાસઘાત કરી ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. 

શું છે સમગ્ર મામલો?

સિંકદરાબાદના સોનાની દુકાનમાં  શેખ નસીરૂલ શેખ સઈદુલ રહેમાન નામનો શખ્સ નોકરી કરતો હતો, તે દરમિયાન તેણે દુકાનની ડુપ્લિકેટ ચાવી બનાવી હતી અને બાદમાં નોકરી છોડી દીધી હતી. જે બાદ ગત 21 જાન્યુઆરીના રોજ રાત્રી દરમિયાન 13.30 લાખના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા 50 હજારની ચોરી કરી કરી ફરાર થઈ ગયો હતો. જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે શેખ નસીરૂલ શેખ સઈદુલ રહેમાનને લાલગેટ વિસ્તાર માંથી ઝડપી પાડ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીનો કબજો સિંકદરાબાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો