વિકલાંગ ક્વૉટા હેઠળ નોકરી મેળવનાર ગુજરાતના 5 IAS અધિકારીના ફરી મેડિકલ ટેસ્ટ કરાશે
ગુજરાતના વહીવટી તંત્રના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂજા ખેડકરે કથિત રીતે IASમા

ગુજરાતના વહીવટી તંત્રના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂજા ખેડકરે કથિત રીતે IASમાં જોડાવા માટે પોતાનું વિકલાંગતા પ્રમાણપત્ર બનાવટી બનાવ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ મહારાષ્ટ્રની અમલદારશાહી અને સરકારના કોરિડોરમાં ખળભળાટ મચી ગયો હતો.મહારાષ્ટ્રની IAS મહિલા અધિકારી પૂજા ખેડકરનો મામલો સામે આવ્યા પછી રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે.
ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ થશે
મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની રજૂઆતના પગલે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે.
એક અધિકારી રાજ્યના વહીવટી તંત્રમાં ઉચ્ચસ્થાને બિરાજમાન
આ પાંચ અધિકારીઓના પૈકી એક IAS અધિકારી રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે. જો આ મેડિકલ તપાસમાં આ તમામ અધિકારીઓ અનફિટ જાહેર થાય તો નોકરી પણ જતી રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિવ્યાંગ સર્ટિફિકેટમાં 'લોકોમોટિવ ડિસેબિલિટી' કારણો ટાંક્યા
ગુજરાતના પાંચ આઈએએસ અધિકારીઓના દિવ્યાંગ સર્ટિફિકેટ અંગે ગુજરાત સરકારની જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શંકાઓ વ્યક્ત કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ દ્રષ્ટિહીનતા જ્યારે ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના દિવ્યાંગ સર્ટિફિકેટમાં 'લોકોમોટિવ ડિસેબિલિટી' કારણો ટાંક્યા હતા.






