મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરદાર પટેલના જીવન પર પ્રથમ વખત બનેલી ગુજરાતી ફિલ્મ 'મેન ઓફ સ્ટીલ: સરદાર' રિલીઝ માટે તૈયાર

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પછી હવે પહેલી વખત આ

સરદાર પટેલના જીવન પર પ્રથમ વખત બનેલી ગુજરાતી ફિલ્મ 'મેન ઓફ સ્ટીલ: સરદાર' રિલીઝ માટે તૈયાર

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પછી હવે પહેલી વખત આ જ વિષય પર ગુજરાતી ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. સરદાર પટેલના જીવન પર બનેલી ગુજરાતી ફિલ્મ મેન ઓફ સ્ટીલ:સરદાર રિલીઝ માટે તૈયાર છે.

મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બન્ને મહાન વિભૂતિઓ ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાતમાં જ વિશ્વની સૌથી ઉંચી (182 મીટર ) સરદાર સાહેબની પ્રતિમા આજે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બની ચુકી છે.સોમનાથ જીર્ણોદ્વાર, જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાના તત્કાલીન નવાબના નિર્ણય સામે જૂનાગઢને બચાવવાથી શરૂ કરીને ભારત દેશને આઝાદી અપાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ખુબ મોટો ફાળો છે.
 
નવી પેઢી સરદાર પટેલને વધુ જાણે તે હેતુથી ઉપરોક્ત તમામ વાતોને સુંદર અને રસપ્રદ રીતે સાંકળી મેન ઓફ સ્ટીલ : સરદાર શિર્ષક હેઠળ પહેલી જ વખત એક મજબૂત ગુજરાતી ફિલ્મ આગામી સપ્ટેમ્બર મહિનામાં રીલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર પણ ખુબ જ ટુંક સમયમાં રિલીઝ થનાર છે.

રંગભૂમિ, ટેલીવિઝન અને ફિલ્મોના જાણીતા લેખક - દિગ્દર્શક મીહીર ભૂતાએ જ આ ફિલ્મના લેખન અને દિગ્દર્શનની બેવડી જવાબદારી ખુબ સુંદર રીતે નિભાવી છે.
આ ફિલ્મ ના નિર્માતા મયુર કે. બારોટ છે.

આ સમાચાર શેર કરો