મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR / વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે સગા ભાઈઓ પર ફાયરિંગ, એકનું મોત

Bhavnagar News : ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આજે બપોરે ધોળા દિવસે બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગની

BHAVNAGAR / વિઠ્ઠલવાડી વિસ્તારમાં બે સગા ભાઈઓ પર ફાયરિંગ, એકનું મોત

Bhavnagar News : ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આજે બપોરે ધોળા દિવસે બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગની બનેલી ઘટનામાં એકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટનાસ્થળેથી ૩ ફૂટેલા કારતુસ અને ૩ નવા કારતુસ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી જુના બે માળીયા પાસે કોઈ અજાણ્યા શખ્સોએ કુલદિપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા નામના બે સગા ભાઇઓ પર ફાયરિંગ કરી અને  અને છરી વડે હુમલો કરતા કુલદિપસિંહ ઝાલાનું મૃત્યુ થયું છે,  જયારે ઋતુરાજસિંહને ગંભીર હાલતમાં ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. 

બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને આ વિસ્તાર ને કોર્ડન કરી લીધો હતો.  બનાવ સ્થળેથી ૩  રાઉન્ડ ફાયર થયેલા કારતુસ મળી આવ્યા છે અને ફાયર થયા વિનાના ૩ કારતુસ  પણ મળી આવ્યા છે. ઘટનાસ્થળે એસ પી હર્ષદ પટેલ, એલસીબી, એસઓ જી સહિતનો પોલીસ કાફલોપહોંચ્યો હતો. 

આ ઘટનામાં કુલદીપસિંહ ઝાલા નું મોત થયું છે જે આ વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવતો હતો. જ્યારે ઈજાગ્રસ્ત ઋતુરાજસિંહ એક ફાયનાન્સ કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવનું કારણ જૂની બોલાચાલી હોવાનું બહાર આવ્યું છે.  પોલીસેને મળેલી વિગત મુજબ આ બનાવ સંદર્ભે રાહુલ વેગડ અને રાજુ વેગડ ફાયરિંગ કરનાર છે અને તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા ત્યાંથી ધારિયા અને ધોકા  પણ મળી આવ્યા છે. 

આ સમાચાર શેર કરો