મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: માંગરોળ દુષ્કર્મના આરોપીઓ પર ફાયરિંગ, ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા કર્યું ફાયરિંગ

ગુજરાતમાં શક્તિના પર્વની ઉજવણી થઇ રહી છે તો બીજી તરફ એક પછી એક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરાના ભાયલી બાદ હવે સુ

સુરત: માંગરોળ દુષ્કર્મના આરોપીઓ પર ફાયરિંગ, ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા કર્યું ફાયરિંગ

ગુજરાતમાં શક્તિના પર્વની ઉજવણી થઇ રહી છે તો બીજી તરફ એક પછી એક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરાના ભાયલી બાદ હવે સુરતના માંગરોળમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. સગીરાને પીંખનાર પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગમાં કોઈને નથી થઈ ઇજા 

માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નથી થઈ. આ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો છે, જેને પકડવા કામગીરી ચાલુ છે. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપી ઉત્તરપ્રદેશનો છે. 

શું હતી ઘટના? 

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે મંગળવારે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. 

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું હતું. પોલીસને જે બાઈક મળી તેના આધારે બે આરોપીની ઓળખ કરી લીધી છે.
 

આ સમાચાર શેર કરો