ગુજરાત રાજસ્થાન બોર્ડર આવેલ પોશીનાના કાલીકાંકર ગામમાં ફાયરિંગની ઘટના
સાબરકાંઠા: ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ગુજરાત રાજસ્થા

સાબરકાંઠા: ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ પોશીના તાલુકાના કાલીકાંકર ગામના ઉપલી ગવરી ફળીયામાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે.
ગુજરાત રાજસ્થાન બોર્ડર પોશીના તાલુકાના કાલીકાંકર ગામના ઉપલી ગવરી ફળીયામાં રાજસ્થાનથી 60 થી વધુ લોકો આવ્યા હતા અને અંગત અદાવતમાં ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગની ઘટના બાદ ગવરી ફળીયામાં રહેતા લોકો ડરના માર્યા જંગલમાં ભાગી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ફાયરિંગ જમીનના વર્ષોથી ચાલી આવતા વિવાદના કારણે થયું હોવાનું મનાઈ રહ્યું છે. જો કે આ બાબતે પોલીસ દ્વારા હજુ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
જો કે આ ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો. પોલીસની અલગ અલગ ટીમોએ જંગલ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે.






