મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર / TRP ગેમઝોનમાં 2023માં લાગેલી આગ ફાયર વિભાગે છુપાવી હતી

Rajkot Gamezone fire : રાજકોટ અગ્નિકાંડ મામલે SITની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન મોટા સમાચાર સ

રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર / TRP ગેમઝોનમાં 2023માં લાગેલી આગ ફાયર વિભાગે છુપાવી હતી

Rajkot Gamezone fire : રાજકોટ અગ્નિકાંડ મામલે SITની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યાં છે. GSTVને મળેલી એક્સકલ્યુઝિવ માહિતી અનુસાર TRP ગેમઝોનમાં ગત વર્ષે એટલે કે 2023માં પણ વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. ત્યારે ગેમઝોનના કર્મચારીઓએ જ આગ ઓલવી નાખી હતી. જો કે આ આગ મામલે સ્થાનિક ફાયર વિભાગે માત્ર નોંધ કરીને સંતોષ માની લીધો પરંતુ, સ્થાનિક પોલીસને આગના બનાવની જાણ ન હતી કરી. 

આ ઉપરાંત TRP ગેમઝોન બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન યોગ્ય નહીં હોવાનો રિપોર્ટ વર્ષ 2023માં પણ તંત્રને આપવામાં આવ્યો હતો. એક વર્ષ અગાઉ રિપોર્ટ આપ્યો હવા છતાય  TRP ગેમઝોન કેવી રીતે ચાલી રહ્યો હતો તે એક મોટો સવાલ છે. 

ગાંધીનગરમાં પૂછપરછ 7 IAS-IPSની 

રાજકોટ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં SITએ ગાંધીનગરમાં 7 જેટલા IAS અને IPS અધિકારીની પૂછપરછ શરુ કરી છે. અગ્નિકાંડ મામલે ગાંધીનગર સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રાજ્યના DGP વિકાસ સહાય તેમજ SITના વડા સુભાષ ત્રિવેદીએ આ અધિકારીઓની પૂછપરછ કરી : 

  1. રાજકોટ શહેરના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ
  2. પૂર્વ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ
  3. પૂર્વ અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી
  4. પૂર્વ DCP સુધીર દેસાઈ
  5. પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ
  6. IAS અમિત અરોરા
  7. IAS ઉદિત અગ્રવાલ 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ અધિકારીઓ ટીઆરપી ગેમઝોનની મંજૂરી બાબતે શું જાણતા હતા અને અગ્નિકાંડમાં કોની બેદરકારી શકે છે તેવા વિવિધ મુદ્દા પર આ 7  IAS-IPS અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે. તેમની પાસે ટીઆરપી ગેમઝોનને મંજૂરીને લગતી ફાઇલો આવી હતી કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો