Surat news: સુરતમાં મહાવીર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 12 લોકોનું કરાયું રેસ્ક્યૂ
સુરતમાં મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં કેન્સરના વોર્ડની બિલ્ડિંગમાં આગ લાગવાની દુર્ઘટના સ

સુરતમાં મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં કેન્સરના વોર્ડની બિલ્ડિંગમાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. આગના બનાવે પગલે ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી પહોંચી છે. આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયરના જવાનો દ્વારા 12 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
બે હાઈડ્રોલિક પ્લેટફોર્મથી 12 કર્મચારીઓનું રેસ્ક્યુ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલના નવનિર્મિત કેન્સર વિભાગ આગ લાગવાની ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી હતી. ફાયર વિભાગે બે હાઈડ્રોલિક પ્લેટફોર્મથી 12 કર્મચારીઓનું રેસ્ક્યુ કર્યું હતું. મહિલાકર્મી બહાર આવતા જ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી હતી.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે, ચારે બાજુએ ફેલાયેલા ધૂમાડાને કારણે અંદર ફસાયેલા 12 કર્મચારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.આ ઘટના હોસ્પિટલના નવનિર્મિત 10 માળના કેન્સર વિભાગની બિલ્ડિંગમાં બની હતી.






