મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં આહાર નામની દુકાનમાં લાગી આગ, ફર્નિચર સહિતનો સામાન બળીને થયો ખાક

નવસારી શહેરના ગ્રીડ હાઇવે પાસે આવેલા આહાર નામની પાસપોર્ટની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે

નવસારીમાં આહાર નામની દુકાનમાં લાગી આગ, ફર્નિચર સહિતનો સામાન બળીને થયો ખાક

નવસારી શહેરના ગ્રીડ હાઇવે પાસે આવેલા આહાર નામની પાસપોર્ટની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા અડધો કલાકની અંદર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ઘટનામાં દુકાનમાં મુકેલા ફ્રીઝ સહિત ફર્નિચર બળીને ખાખ થયું હતું.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારના પડ્યાં પડઘાં, સુરતના પોશ વિસ્તામાં લાગ્યા બેનર

શોર્ટ સર્કિટથી લાગી આગ

આગની દુર્ઘટનામાં કોઈ મોટી ઘટના કે ઇજાગ્રસ્ત થયું ન હતું. આગને કારણે ધુમાડો વધુ ફેલાતા થોડા સમય માટે ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અડધો કલાકની અંદર આગ ઓલવાઈ ગઈ હતી.ગ્રીડ અણુ દ્વારા પાસે આવેલી ફાસ્ટ ફૂડની આહાર નામની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે વહેલી સવારે આગ લાગી હતી.

ફર્નિચર સહિતનો સામાન ખાક

તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેમાં છ ફાયર ફાઈટર દ્વારા અડધો કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવી હતી. દુકાનના માલિક દિનેશ અગ્રવાલ છે. દુકાનમાં મૂકેલું ફર્નિચર તેમજ ફ્રીઝ સહિતનો સામાન બળીને ખાક થયો હતો. આગના પગલે થોડીવાર માટે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો