મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news : પાલડીમાં ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગનો બનાવ, ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી

Ahmedabad news : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી વૃં

Ahmedabad news : પાલડીમાં ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગનો બનાવ, ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી

Ahmedabad news : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં રવિવારે (5 ઓક્ટોબર) આગનો બનાવ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે આગના બનાવને લઈને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, શહેરના પાલડીમાં હોસ્પિટલમાં આગ લાગતાં 3 ફાયર ફાઈટરની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.  

સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારે જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું. જ્યારે ક્યાં કારણોસર આગ લાગી તેને લઈને જાણકારી મળી નથી, ત્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો