Jamnagar news: ધ્રોલ તાલુકાના યુવકે નદીના ધસમસતા પાણીમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાને લીધે ભર્યું છેલ્લું પગલું
Jamnagar news: જામનગર જિલ્લાના ધ

Jamnagar news: જામનગર જિલ્લાના ધ્રોલ ગામની નદીમાં ઝંપલાવીને રોજીયા ગામના યુવાને આત્મહત્યા કરી લીધી હતી. પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતાં યુવકે આ પગલું ભર્યું હતું .
ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતા સુનિલ વિક્રમભાઈ ડાંગર (24)નો મૃતદેહ આજે સવારે ધ્રોલની બાવની નદીમાંથી મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો દોડી ગયો હતો .અને યુવકના મૃતદેહને પાણી માંથી બહાર કાઢી તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું કારણ જાહેર થયું હતું કે સુનિલ ડાંગરને તેના પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતાં તેને માઠુ લાગી જતાં નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી.






